મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણીને મોરબી લોહાણા સમાજનું ખુલ્લુ સમર્થન


SHARE







રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણીને મોરબી લોહાણા સમાજનું ખુલ્લુ સમર્થન

સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર, દરેક સમાજ ના સુખ-દુઃખ માં ભાગીદાર થનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ સોનલબેન તેજશભાઈ વસાણી ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના કૃત્યો અમુક તત્વો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી લોહાણા સમાજ સોનલબેન વસાણીના ખુલ્લા સમર્થનમાં છે. અને અમુક તત્વો દ્વારા સોનલબેનના ઘર પાસે ધરણાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેને મોરબી લોહાણા સમાજ કડક શબ્દોમાં વખોડી કાઢે છે. સોનલબેનના કોલ રેકોર્ડીંગમાં ચેડા કરી તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેમજ ભાજપ પક્ષને બદનામ કરવાનું કૃત્ય કરનાર શાનમાં સમજી જજો. નહિં તો આપની સામે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન ચલાવવામાં આવશે.

અમુક શખ્શો દ્વારા કુલ્ફી ના  વ્યાપારી નો તોડ કરવા કુલ્ફી માં માંખી નીકળી છે સેટલમેન્ટ કરો નહિતો ફરીયાદ કરશુ તેમજ આપને ક્યાય નાં નહિ રહેવા દઈએ એવી ધમકી આપવા માં આવી હતી. ખરેખર એવી કોઈ માંખી નીકળી જ ન હતી પરંતુ તોડબાજ ગેંગ દ્વારા સમગ્ર ઘટનાને સામાજીક રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેથી તે વ્યાપારી ને વ્હારે આવી તેમની સામાજીક ફરજ અદા કરી તે તોડબાજ ગેંગ ના યુવાનો ને સમજાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ગેંગે લાજવા ને બદલે ગાજવાનું શરૂ કર્યુ અને કુલ્ફીના વ્યાપારીને સાઈડમાં મુકી સોનલબેનને ટાર્ગેટ કરવાની કુચેષ્ઠા કરવા માં આવી છે. ત્યાર બાદ જે યુવક પાસે કુલ્ફીમાં માંખીની ફરીયાદનો ફોન કરાવવામાં આવ્યો હતો તે યુવકને સમજાયું કે સમગ્ર પ્રકરણમાં તોડબાજ ગેંગ તેને હાથો બનાવી રહી છે તેથી તેને સોનલબેનની માફી માંગી લીધેલ છે

પરંતુ તોડબાજ ગેંગના અમુક સદસ્યો સમગ્ર ઘટનાને સામાજીક તેમજ રાજકીય રંગ આપવા સોનલબેનના ઘર સામે ધરણા કરવા છે તેવું નિવેદન આપી રહ્યા છે તે તોડબાજ ગેંગ સામે સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવશે તેમજ કાયદોસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા હોય, ભાજપ પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેમજ પક્ષના આગેવાનોને બદનામ કરનાર તોડગેંગ પાછડ વિપક્ષનો તો હાથ નથી ને ? તે બાબતે પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે હાલમાં શ્રી લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી અને શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે






Latest News