ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી: લાડકી દીકરી માટે સરકારની ૧,૧૦,૦૦૦ ની સહાય માટે યોજના


SHARE







મોરબી: લાડકી દીકરી માટે સરકારની ૧,૧૦,૦૦૦ ની સહાય માટે યોજના

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરીએ વ્હાલી દિકરી યોજનાની તો,દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી વરિયા બંસી બેન આ યોજના તેમને કઈ રીતે લાભદાયી બને છે તે અંગે પૂછતા તેઓ જણાવે છે કે, “અમને વ્હાલી દીકરી યોજનાની જાણ થતા મોરબી જિલ્લા મહીલા અને બાળ વિકાસ અધિકારી કચેરીએ ફોર્મની માંગણી કરેલી હતી અને મને ત્યાંથી ફોર્મ મળેલું હતું  અને અમે બધા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જેથી સરકાર દ્વારા અમને વ્હાલી દિકરી યોજનાનો મંજૂરી પત્ર અમને આપવામાં આવ્યો છે .આગામી સમયમાં અમારી દીકરીને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે જેથી અમે સરકારનો હૃદયથી આભાર વ્યકત કરીએ છીએ’’. વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા ગૂજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેને આ યોજના હેઠળ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. જે વ્યક્તિ વ્હાલી દીકરી યોજનાનો લાભ માતા-પિતાની પેહલી બે દીકરીઓ માટે મળી શકે છેજે માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જરૂરી છેઅને તેથીવ્યક્તિ પાસે બેંકનું એકાઉન્ટ હોવું જરૂરી છે






Latest News