મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ

મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 


મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી અને ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બાલાજી પેકિંગ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રકાશભાઈ ભાવસિંગ રાઠોડ (૨૫) નામનો યુવાન થોડા દિવસો પહેલા મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાવભાજી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને ત્યાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડ (૨૮)ની ફરિયાદ લઈને અજાણી કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને અકસ્માતના બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. સોંદરવા તથા સ્ટાફના ભાવિનભાઈ ગઢવી દ્વારા વાહન ચાલક કિશન અશોકભાઈ ભટાસણા જાતે પટેલ (૨૩) રહે. ૬૦૧-ડ્રીમ પેલેસ લીલાલહેરની સામે નરસંગ ટેકરી મંદિર નજીક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૬૦ વર્ષના વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જે બાબતે તેઓએ જણાવ્યું હતું કે મોરબીના દેવુભાઈ ગાંઠીયાવાળાના સામેથી બાઈક લઈને પસાર થતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેઓને ઈજા તથા સારવારમાં લઈ જવાયા હતા.
રોડ અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક લઈને જઈ રહેલા હરિલાલ ભાણજીભાઈ અઘારા (૬૮) રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે ઘુનડા રોડ રવાપર નું બાઈક ત્યાં રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા અકસ્માત સંદર્ભે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.





Latest News