મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘુંટુ નજીકથી મળેલ અજાણ્યા યુવાનની લાશના મામલામાં મૃતકની ઓળખ આપવા પોસીસની અપીલ


SHARE







મોરબીમાં ઘુંટુ નજીકથી મળેલ અજાણ્યા યુવાનની લાશના મામલામાં મૃતકની ઓળખ આપવા પોસીસની અપીલ


અજાણી લાશની ઓળખ અંગે જાણકારી માળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જણાવ્યા મુજબ એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની લાશ ગત તા.૯-૨ ના બપોર ના ૧૨:૨૫ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમાં સ્કવેર સિરામીક કારખાનામાં આવેલ કુવાના પાણીમાંથી કોહવાયેલી તરતી હાલતમાં મળી આવેલ હતી. જે મરણ જનાર યુવાનની લાશનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતું.

આ અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષીય મૃતકના ઓળખ થયેલ નથી.મૃતકના જમણા હાથના કાંડામાં ધાતુનુ કડુ તેમજ લાલ દોરો બાંધેલ છે તેમજ ડાબા પગમા કાળો દોરો બાંધેલ છે અને કાળા કલરનુ પેન્ટ પહેરલ છે. મરણજનાર યુવાનની લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને ઓળખ મેટે લાશને હાલમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.આ અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો અથવા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

યુવાનનું મોત

મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવારમાં રહેલ યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા રમણભાઈ ભેરાભાઈ પરમાર (ઉંમર ૪૦) મૂળ રહે.ધાણીઘટાવ તાલુકો ઘટાવ જિલ્લો ડુંગરપુર રાજસ્થાન વાળો મોરબીની સરકારી હોસ્પિટલે સારવારમાં હતો અને ગચ તા.૫ મી ફેબ્રુઆરીના તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હોસ્પિટલ ખાતેથી આ સંદર્ભે યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા રેખાબેન અજીતભાઈ સીપરીયા નામની ૨૫ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો પાવડર ખાઈ ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાઈ હતી જેને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરી હતી






Latest News