મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો


SHARE







વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના કલાવડી ના બોર્ડ નજીક ખેતરમાં માલ ઢોર ચરાવવાની આધેડે ના પાડતા તે સારું નહીં લાગતા એક શખ્સ દ્વારા લાકડી વડે આધેડને માર મારવામાં આવ્યો હતો અને જાનથી  મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અબ્દુલરહીમ અહમદભાઈ શેરસીયા જાતે મોમીન (૫૧)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ લીલાભાઈ સરૈયા રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે કાલાવડીનું બોર્ડ નૂર ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરિયાદીએ આરોપીને પોતાના માલ ઢોર ખેતરમાં ચરાવવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે લાકડી વડે હુમલો કરીને આધેડને માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News