ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની લજાઈ ચોકડીથી મિતાણા જવાના રસ્તે ભારે વાહનોની ૧૨ મીએ પ્રવેશબંધી


SHARE











મોરબી જિલ્લાની લજાઈ ચોકડીથી મિતાણા જવાના રસ્તે ભારે વાહનોની ૧૨ મીએ પ્રવેશબંધી

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ત્રણ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૨ ના રોજ રાષ્ટ્રપતિ ત્યાં આવવા છે જેથી કરીને તેઓની સલમતિને ધ્યાને રાખીને ટંકારા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ન ઊભી થાય તે માટે તા. ૧૨ના રોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી ભારે વાહનોની પ્રવેશબંધીનું કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

હાલમાં જે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ મોરબી અને લજાઈ ચોકડી તરફથી ટંકારા થઈને મિતાણા તરફ જવાના અને આવવાના વાહનો ઉપર પ્રવેશબંધી મૂકવામાં આવી છે આવી જ રીતે રાજકોટ તરફથી મીતાણા ચોકડી થઈને મોરબી કે પછી જામનગરના ધ્રોલ થઈને મોરબી બાજુ આવી રહેલા ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવેલ છે આ માટે વૈકલ્પીક રૂટ જાહેર કરવામાં આવેલ છે જેમાં લજાઇ ચોકડી, હડમતીયા, કોઠારીયા, જડેશ્વર, ભંગેશ્વર, નિથવા, પીપળીયા રાજ, વાલાસણ, મીતાણા ચોકડી જ શકશે તેવી જ રીતે આવી પણ શકાશે અને જામનગરથી કલ્યાણપર પાટીયા, કલ્યાણપર ગામ, ખીજડીયા ચોકડી ધ્રુવનગર, લજાઇ ચોકડી આવી અને જઇ શકાશે. આ કાર્યક્રમ સાથે સંકળાયેલા ફરજ પરના સરકારી તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. 






Latest News