ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક ડબલ સવારી બાઈકને ટ્રકના ચાલકે હડફેટે લેતા એકનું મોત: એક ઘાયલ


SHARE











વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક ડબલ સવારી બાઈકને ટ્રકના ચાલકે હડફેટે લેતા એકનું મોત: એક ઘાયલ

વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પહેલા આઇસર ટ્રકના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં એક યુવાનનું મોત નીપજયું અને અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં મૃતક યુવાનના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આઇસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા દીપકભાઈ લાલજીભાઈ મકવાણા જાતિ અનુ.જાતિ (૨૩) એ આઇસર ટ્રક નંબર જીજે ૧૨ એક્સ ૩૪૫૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા લાલજીભાઈ મોહનભાઈ મકવાણા (૪૨) તથા રામજીભાઈ અરજણભાઈ મકવાણા (૫૯) રહે. બંને વીરપર તાલુકો વાંકાનેર વાળા બાઈક નંબર જીજે ૩૬ જે ૩૦૫૬ લઈને વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ મિટ્ટી કુલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતા લાલજીભાઈ મોહનભાઈ મકવાણાને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને રામજીભાઈ મકવાણાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં દીપકભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટ્રકને ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા ઈકબાલભાઈ ગુલામભાઈ માણેક (૩૫) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News