મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ-પીપળીયા ચોકડી નજીક જુગારની બે રેડ: છ જુગાર ૧૪,૯૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીની પાવડિયારી કેનાલ-પીપળીયા ચોકડી નજીક જુગારની બે રેડ: છ જુગાર ૧૪,૯૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે શાક માર્કેટ નજીક અને પીપળીયા ચોકડી પાસે પાણીની ટાંકી નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને છ જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ ૧૪,૯૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે શાક માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી જિલ્લા એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઈ સોલંકી જાતે ખવાસ (૭૧), રહીમભાઈ છોટુભાઈ શેખ જાતે મુસ્લિમ (૬૧) અને યુસુફખાન અકબરખાન પઠાણ જાતે મુસ્લિમ (૪૦) રહે. ત્રણેય વાવડી રોડ ત્રીજી પાર્ક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી નજીક કરી હતી ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા શાહનવાજ અબુબકરભાઇ ચાનિયા જાતે સંધિ (૩૩)ઇસ્માઈલભાઈ નુરમહમદભાઈ ચાનીયા જાતે સંધિ (૩૯) અને યાસીન અબુબકરભાઇ ચાનિયા જાતે સંધિ (૨૯) રહે ત્રણેય કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ નર્મદા હોલ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News