ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડીએ ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે જુગારી પકડાયા


SHARE











વાંકાનેરની ઢુવા ચોકડીએ ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે જુગારી પકડાયા

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી મુકેશભાઈ હંસરાજભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૪૬) રહે. પંચાસીયા તાલુકો વાંકાનેર અને ભરતભાઈ પોપટભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક (૪૭) રહે. પંચાસીયા તાલુકો વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૫૦ રૂપિયાની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં નદી પાસે બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો તથા ૩૫ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિશાલભાઈ હરખાભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૨૦) રહે. હાલ જેતપુર મચ્છુ તાલુકો મોરબી મૂળ રહે મિયાણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News