ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા પાસે ચાલીને રોડ ક્રોસ બાળકનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના કેદારીયા પાસે ચાલીને રોડ ક્રોસ બાળકનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કેદારીયા ગામે હનુમાનજીના મંદિરની સામે રસ્તા ઉપર ડમ્પર ચાલકે પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહેલા બાળકને હડફેટ લીધો હતો જેથી કરીને તે બાળકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકનું મોત નીપજયું હતું અને ડમ્પર વાળો તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા દેવજીભાઈ અમરશીભાઈ મજેઠીયા જાતે કોળી (૫૮) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૩ ડબલ્યુ ૨૪૪૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૯/૧/૨૪ ના રોજ દોઢેક વાગ્યાના અરસામાં માળિયા હળવદ હાઇવે રોડ ઉપર કેદારીયા ગામે હનુમાનજી મંદિર સામે નાની તલાવડી પાસે હળવદથી કેદારીયા ગામ બાજુ આવવાના રોડ ઉપરથી તેનો આઠ વર્ષનો દીકરો ક્રિષ્ના દેવજીભાઈ મજેઠીયા પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આરોપી ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ક્રિષ્નાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ડમ્પર ચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને મૃત્યુ પામેલા બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એમ.પી. સોનારા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ પાવન પાર્કમાં રહેતા શાંતાબેન છગનભાઈ વાઘડિયા (૭૦) નામના વૃદ્ધા મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ ખાટકીવાસ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અકસ્માતે તે બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને શાંતાબેનને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News