મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા તમાકુ મુક્તિ માટે શિબિર યોજાઇ


SHARE











મોરબીમાં કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા તમાકુ મુક્તિ માટે શિબિર યોજાઇ

કોમન મેન ફાઉન્ડેશન મોરબી દ્વારા આયોજિત તમાકુ મુક્તિ અભિયાનની પાંચમા ચરણની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને બિરદાવવા અને સમાજના યુવાનોને વ્યસન મુક્ત થવા આદર્શ સંદેશ પાઠવતા સમાજના પ્રમુખ હરિભાઈ ભગતે કહ્યું કેવ્યસન એ કુછંદ છે અને તેનાથી આપણે ધીમે ધીમે આપઘાત કરતા હોઈએ છીએ. સંતાનોના ભવિષ્યને ઉજજવળ બનાવવા વ્યસનથી દૂર રહેવું, સમાજના આદરણીય એવા રતનશીભાઈ સુરાણીએ સમાજને સંસ્કૃતિની યાદ અપાવી કહ્યું હતું કે, જાગ્યા ત્યાંથી સવાર. વ્યસન મુક્ત સમાજ એ જ આદર્શ સમાજ એવું ઉદાહરણ પૂરું પાડીએ. આ મિટિંગમાં મોરબીના વિવિધ શાખાઓના ડોક્ટરોએ સ્લાઈડ શો દ્વારા વ્યસનથી થતી બરબાદી વિશે સચોટ વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારે ડો. પ્રેયસ પંડ્યા, ડો. વિજય ગઢિયા, ડો. વિપુલ કોટેચા, ડો. ભવ્ય ભાલોડિયા અને ડો. ભાવિન ગામી વગેરેએ અસરકારક વક્તવ્યો આપી યુવાનોને વિચાર મંથન કરવા પ્રેરિત કર્યા હતા આ તમાકુનું વ્યસન છોડ્યા બાદ જો કોઈ શારીરિક કે માનસિક સમસ્યા સર્જાય તો કોમનમેન ફાઉન્ડેશન તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે તેવી બાંહેધરી કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને કચ્છી સમાજના આ નવચેતન યુવક મંડળના પ્રમુખ કલ્પેશભાઈ પોકારે આયોજન કર્યું અને આદર્શ સમાજને હજુ પણ વિશેષ આદર્શ નમૂના રૂપ સમાજ ઘડીએ તેવી અપીલ કરી હતી






Latest News