મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે સરકારી શાળામાં સાત શાળાના વિધાર્થીઓ માટે થ્રી ડી શો યોજાયો


SHARE











ટંકારાના મીતાણા ગામે સરકારી શાળામાં સાત શાળાના વિધાર્થીઓ માટે થ્રી ડી શો યોજાયો

બાળકોના આનંદ અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે ભગીરથ કાર્ય ટંકારા તાલુકાનાં મીતાણા ગામે આવેલ તાલુકા શાળાના બાળકો માટે કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય પ્રવીણભાઈ પારઘી દ્વારા શાળામાં થ્રી ડી શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ થ્રીડી શો જૂનાગઢના માતંગી થ્રી ડી શો દ્વારા બતાવવામાં આવ્યો હતો. અને આચાર્ય પ્રવીણભાઈ પારઘીના સહિયારા પ્રયત્નથી આ શો માત્ર પોતાની શાળા પૂરતો સીમિત ના રહેતા  આસપાસની કુલ મળીને સાત શાળાના બાળકોએ શો નિહાળ્યો હતો. જેમાં છતર, હરિપર, ભૂતકોટડા, ગણેશપર, વીરવાવ, પ્રભુનગર અને મિતાણા તાલુકા શાળાનો સમાવેશ થાય છે. અને એક હજાર જેટલા બાળકોએ તેનો લાભ લીધો હતો. જેથી કરીને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઇ દેસાઈએ આ કાર્યને શ્રેષ્ઠ કાર્ય તરીકે બિરદાવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે આ નવતર પ્રયોગ દ્વારા બાળકોને શિક્ષણમાં રસ જાગેએ હેતુ અહીં સાર્થક કરવામાં આવ્યો હતો






Latest News