હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નાની બચત એજન્ટ એસો.ના નવા પ્રમુખ અતુલભાઈ ઉપાધ્યાય


SHARE







મોરબી જીલ્લામાં નાની બચત એજન્ટ એસો.ના નવા પ્રમુખ અતુલભાઈ ઉપાધ્યાય

મોરબીની પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલ મોરબી જીલ્લા નાની બચત એજન્ટ એસો.ની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બદલ એજન્ટોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં અમદાવાદથી ગુજરાત એસો.નાં હોદેદારો ગીરીશભાઈ જોષી, કમલેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રેષ્ઠ કામગીરીમાં મહિલા પ્રધાન યોજના માટે મયૂરિબેન કોટેચા, હેતલબેન વ્યાસ અને મયુરીબેન મહેતા તેમજ એસએએસમાં પરાગભાઇ કોટેચા,  હરેશ કંઝારિયા અને ફાલ્ગુનભાઈ કુબાવતને સન્માનીત કરવામાં આવ્યા હતા અને નવા પ્રમુખ તરીકે અતુલભાઈ ઉપાધ્યાય, સેક્રેટરી તરીકે હિમાંશુ વ્યાસ, ઉપપ્રમુખ તરીકે દર્શનભાઈ દવે અને ખજાનચી તરીકે વિશાલ રાયગગલાની વરણી કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશ કંઝારિયા તેમજ ફાલ્ગુન કુબાવતએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન હેલી પરાગભાઈ કોટેચાએ કરેલ હતું






Latest News