મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE







ટંકારામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

ટંકારામાં ફરિયાદી પાસેથી મિત્રતા નાતે હાથ ઉછીના રૂપિયા લીધેલ હતા જે રૂપિયા પરત ન આપતા કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ ચાલી જતાં આરોપીને કસુરવાન ઠેરવીને કોર્ટે એક વર્ષની સજા અને બે લાખ ચુકવવા આદેશ કર્યો છે

ટંકારામાં રાજેશભાઈ મોમાયાભાઈ સવસેટાએ વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી કે, ઉમિયાનગરના રહેવાસી કાંતિભાઈ દેવશીભાઇ તાલપરાએ તેની પાસેથી હાથ ઉછીના રૂપિયા  લીધેલા હતા આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે રિટર્ન થયો હતો જેથી કરીને ફરિયાદીએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિ. મેજી. ફ.ક સાહેબની કોર્ટમાં વકીલ અમિત પી જાની, રાહુલ ડી ડાંગર, કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા મારફતે મે ૨૦૨૨ માં કેસ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિ. ફ કે મેજી એસ.જી. શેખ સાહેબએ ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલોની ધારદાર દલીલો ધ્યાને લઈને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે લાખનો દંડ અને દંડ ચૂકવવામાં કસુર થાય તો આરોપીને ૩ મહિનાની કેદની સજા કરેલ છે અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ ચૂકવવાનો ચુકાદો આપેલ છે.






Latest News