મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત


SHARE







મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત

દેશ, રાજ્ય અને જિલ્લાની કન્ઝીયુમર કોર્ટમાં ઘણાં વર્ષોથી કેસનો નિકલા કરવામાં આવતો નથી જેથી કરીને ગ્રાહકોને સમયસર ન્યાય મળતો નથી અને સરકારની યોજના ઉપરથી અને ગ્રાહક સુરક્ષા મંડળ ઉપરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ગ્રાહકને વહેલમાં વહેલી તકે કેસ ચલાવીને ન્યાય આપવામાં આવે તેના માટે વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા હાલમાં વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જે તેમાં જણાવ્યુ છે કે, ગ્રાહકના હક અને હિત માટે ઘણાં સરસ કાયદા લાવવામાં આવ્યા છે અને ૯૦ દિવસમાં જજમેન્ટ આવી જશે તેવું કહેવામા આવે છે જો કે, હાલમાં ગુજરાતની પરીસ્થીતી એવી છે કે, દિલ્હીમાં ચાલતા કેઇસ આઠ આઠ વર્ષ થાય છે છતાં જજમેન્ટ આવતાં નથી અને અમદાવાદ સ્ટેટ કમીશનમાં દશ દશ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતા નથી તેમજ જીલ્લા ગ્રાહક તકરાર આયોગમાં પાંચ પાંચ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતાં નથી જેના કારણે ગ્રાહકને તાત્કાલીક પડે છે અને ન્યાય મળે તે યોજના નિષ્ફળ જતી હોય તેવુ લાગી રહયું છે જેથી કરીને ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા પરથી વિશ્રવાસ ઉઠતો જાય છે તેવુ જોવા મળી રહ્યું છે અને ઘણા કેસમાં તો અમુક વકિલો હાજર રહેતાં નથી જેથી તે વકિલોને કેઇસ ચલાવવામાં રસ નથી આવા વકિલોને કારણે યોજનાને નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું છે જેથી આવા અરેગ્યુલર વકિલોની સનદો અચુક સમય માટે કેન્સલ કરવી જોઇએ જેથી ગ્રાહક તરફ ઘ્યાન આપી શકે અદાલત અને વકિલોની વચ્ચે પ્રજા પીસાઇ છે તો આ બાબત ગ્રાહકને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે






Latest News