મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનો માટે રામાયણને લગતી સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં બહેનો માટે રામાયણને લગતી સ્પર્ધાનું આયોજન

અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશના દરેક વિસ્તારમાં જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી તેમજ નીલકંઠ સ્કુલ દ્વારા ૨૦ જાન્યુઆરીના રોજ બપોરે ૩ થી ૫ વાગ્યે નીલકંઠ વિદ્યાલય ખાતે બહેનો માટે રામાયણ વિષયને લઈને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બાબતે મુસ્કાન સોસાયટીના હોદેદારોએ જણાવ્યુ છે કે, રામાયણ આધારિત પરીક્ષામાં ૫૦ માર્કસનું પેપર રહેશે. જેમાં ૪૦ માકર્સ, ૪૦ પ્રશ્નો-એક શબ્દમાં જવાબ (રામાયણ પર આધારિત પ્રશ્નો રહેશે), ૧૦ માકર્સ- બે પ્રશ્નો વિસ્તૃત જવાબ લખવાના રહેશે. આ સ્પર્ધામાં ૧૮ વર્ષ કે તેથી વધુ વર્ષના દરેક બહેનો ભાગ લઈ શકશે. આ પરીક્ષાનાં ભાગ લેવા માટે કોઈપણ ચાર્જ નથી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજીસ્ટ્રેશન મયુરી કોટેચા (૯૨૭૫૯૫૧૯૫૪), એકતાબેન (૯૦૨૩૦૦૯૬૯૧) ના મોબાઈલ ઉપર કરાવવાનું રહેશે અથવા સ્કુલ પર રૂબરૂ જઈને નામ નોંધાવી શકે છે અને આ પરીક્ષામાં માત્ર ૨૫૧ બહેનોને લેવાના છે અને આ પરીક્ષામાં ૧ થી ૧૦ નંબર ઉપર વિજેતા થયેલા બહેનોને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે. તેમજ પરીક્ષા આપનાર દરેક બહેનોને ઈનામ આપવામાં આવશે આ પરીક્ષા દ્વારા દરેક બહેનોને રામાયણના વાંચન તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે






Latest News