મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલા સારવારમાં


SHARE







મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામે મગનભાઈ પટેલની વાડીએ રહેતા ગંગાબેન વિદેશભાઈ વાઘલા (૨૧) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે પ્રથમ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને મહિલાને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના જુના સાદુળકા ગામે રહેતા ધનુબેન ભરતભાઈ હળવદિયા (૪૯) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને પોતાના ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનાગર રોડ ઉપર રહેતા ગોપાલસિંગ બલરામસિંગ (૧૮) નામના યુવાને રફાળેશ્વર મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને તેના પિતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં મોરબી તાલુકા પીએસઆઇ બી.એમ. બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા આરોપી કમલેશપ્રસાદ શ્રીરાજભાણ પ્રસાદ (૪૨) રહે. મૂળ એમપી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News