મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની સતાપર ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં ડીડઓનો હુકમ


SHARE







વાંકાનેર તાલુકાની સતાપર ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં ડીડઓનો હુકમ

 

વાંકાનેર તાલુકાના સતાપર ગામના મહિલા સરપંચ દ્વારા તેઓના પતિ અને સાવકા પુત્રના વાઉચરો બનાવીને સરકારી નાણા નું ચુકવણું કરેલ છે જેથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે જેથી કરીને ડીડીઓ દ્વારા સત્તા પર ગ્રામ પંચાયતના સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માટે હુકમ કરાયો છે

 

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ ૪ કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ ૫ કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું. આમ, સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમની સાથે લોહીનો સંબંધ ધરાવતા પતિ તેમજ સાવકા દીકરાને નાણાનું ચુકવણું કરીને સરપંચે પોતાનું નાણકીય હિત સાધેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ મોરબીના ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા સતાપર ગ્રા.પં.નાં સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા.






Latest News