મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 


SHARE











મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લીલાપર ગામે રહેતા પરિવારની મહિલા બે દીકરીઓ સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પતિ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર ઉપર આવેલા લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરી હતી કે તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે અને ઘરે તાળું મારીને કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયેલ છે જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News