મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે આડા સબંધમાં વેવાણની હત્યાના ગુનામાં બે આરોપીને સાત વર્ષની સજા


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે આડા સબંધમાં વેવાણની હત્યાના ગુનામાં બે આરોપીને સાત વર્ષની સજા

માળીયા તાલુકાના ખાખરેચી ગામે વર્ષ ૨૦૨૧માં ખેતમજૂરી કરવા આવેલ છોટા ઉદેપુર જિલ્લાના શ્રમિક પરિવારની મહિલાની હત્યા કરવામાં આવી હતી અને તે મહિલાના જમાઈના ભાઈને મહિલા સાથે આડા સંબંધ હતા અને તે શખ્સે કોશ મારીને મહિલાની હત્યા કરી હતી જે બનાવવાની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે હત્યા અને એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તે ગુનામાં મહિલાના જમાઈ અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી આ કેસ મોરબીની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલ તેમજ પુરાવઓને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે 

માળીયા તાલુકાના ખાખરેચી ગામે ખેતમજૂરી કરવા આવેલ રણજીતભાઈ બામેટિયાભાઈ વસાવાના પત્ની શારદાબેન સાથે તેનૈ જ જમાઇના મોટા ભાઇ આરોપી ભુપતભાઇ સવાભાઈ વડેચાને આડાસંબંધ હતા અને આરોપી ભુપતભાઇને શારદાબેનને પોતાની સાથે વિરમગામ લઈ જવા હતા જો કે, તેમને ના પાડી હતી જેથી બોલાચાલી અને ઝઘડો થયો હતો ફરિયાદી રણજીતભાઈની હાજરીમાં જ આરોપી ભૂપતભાઈએ તેના પત્ની શારદાબેનને ખાખરેચી ગામે હતા ત્યારે માથામાં કોશ ફટકારી હતી જેથી કરીને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને શારદાબેન નું મોત નીપજ્યું હતું ત્યારે આરોપી ભુપતભાઈ સાથે તેનો ભાઈ અને ફરિયાદીનો જમાઈ બીજલ સવાભાઈ વડેચા પણ ત્યાં હાજર હતો અને શારદાબેનને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હોવાથી ભુપતભાઈ અને તેનો ભાઈ બીજલભાઇ બંન્ને ત્યાંથી નાસી ગયા હતા હતી અને આ બનાવ સંદર્ભે ફરિયાદીએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ભુપતભાઇ સવાભાઈ વડેચા અને બીજલ સવાભાઈ વડેચા રહે. ઝીંઝુવાડા, સુરેન્દ્રનગર વાળની ધરપકડ કરી હતી આ કેસ આજે મોરબીના લાલબાગમાં આવેલ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં જજ વિરાટ એ. બુદ્ધ સાહેબ ની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ ૧૨ મૌખિક અને ૪૪ દસ્તાવેજી પુરાવોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી ભુપતભાઈ સવાભાઈ વડેચા અને બીજલભાઇ સવાભાઈ વડેચા ને સાત વર્ષની સજા અને દસ દસ હજારનો દંડ ફટકાર્યો છે






Latest News