મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેતો અને હાલમાં ઢુવા પાસે આવેલ આઇકા કંપની ખાતે રહેતો અને મજૂરી કામ કરતો ઉમઠીયાભાઇ રામકરણભાઈ ગોવેલ (૨૧) નામનો આદિવાસી યુવાન મજૂરી કામ કરતો હતો ત્યારે ગત તા. ૧૫ ના રોજ ટ્રેક્ટરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તે યુવાનને બેભાન હાલતમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે, અકસ્માતનો બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

યુવાનને માર માર્યો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ નવા નાગડાવાસ ગામ પાસે મૂળ હાંસલપુરના રહેવાસી સચિન વિઠ્ઠલભાઈ (૪૧) નામના યુવાનને કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા લોખંડના પાના વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસે રસ્તા ઉપરથી બાઈક લઈને મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અજય લાભુભાઈ વાઘાણી (૩૭) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે બીજું બાઈક તેના બાઈક સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં અજયભાઈ વાઘાણીને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News