મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રાજ્યપાલની મોરબી મુલાકતને લઈને કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ


SHARE







રાજ્યપાલની મોરબી મુલાકતને લઈને કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ

મોરબી ખાતે આગામી તા.૨૪ ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના હોય તે સંદર્ભે મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવા સુચનો કર્યા હતા.






Latest News