મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ 


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેની સગીરાના પરિવારજને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આરોપી જયેશભાઇ રમેશભાઈ સોલંકી (૨૦) રહે. પીપળી રોડ કારખાનામાં મૂળ રહે નાના જોરાવર પૂરા સમી પાટણ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના અજીતગઢ ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં લલિતાબેન બળદેવભાઈ પટેલ (૫૩) રહે. મહેન્દ્રનગર વાળાને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે 






Latest News