મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ નજીક મચ્છીની પાર્ટી કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થતા યુવાનની હત્યા: ગુનો નોંધાયો


SHARE











હળવદ નજીક મચ્છીની પાર્ટી કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થતા યુવાનની હત્યા: ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કોયબા ગામ તરફ જવાના રસ્તે નર્મદાની કેનાલમાંથી યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવમાં યુવાનની હત્યા કરીને તેના મિત્રએ યુવાનની ડેડબોડીને કેનાલમાં ફેંકી દીધી હતી અને તેનો મોબાઈલ તથા બાઇકને ગુમ કરીને પુરાવાનો નાશ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના મિત્રની સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે હળવદમાં જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ દેવશીભાઇ શિરોયા જાતે કોળી (૨૩)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ રહે. કોયબા રોડ કીશાન વેર હાઉસ બોર્ડની સામે હળવદ વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૧૫ ના રોજ તેનો ભાઈ અજિત ઉર્ફે અજીયો દેવશીભાઈ શિરોયા જાતે કોળી (૨૫) ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો તા. ૧૯ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલના નાલા પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ડેડબોડીને પીએમ માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને તેમાં મૃતક યુવાનને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઘા ઝીકિને તેની હત્યા કર્યા બાદ લાસને કેનાલના પાણીના વોકડામાં નાખી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બનાવ સંદર્ભે આગળની સઘન તપાસ શરૂ કરી હતી અને મૃતક યુવાન અજીત ઉર્ફે અજીયો શિરોયા તથા તેનો મિત્ર સંજય ચંદુભાઈ કોળી, લાલજી ઉર્ફે લાલો ધીરુભાઈ રજપુત, હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ સાહેદ સંજયભાઈ ચંદુભાઈના કાકા ધવલભાઇ ડાભી રહે. હળવદ વાળાની કોયબા ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ વાડીએ મચ્છી ખાવાની પાર્ટી કરેલ હોય ત્યાં ફરિયાદીનો ભાઈ મૃતક અજિત ઉર્ફે અજીયો અને આરોપી હરજી ઉર્ફે હરેશ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને અજિત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાઈફન પાસે સૂતો હતો ત્યારે આરોપીએ ફરિયાદીના ભાઈને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકયો હતો અને તેની હત્યા કરી હતી ત્યારબાદ લાશને કેનાલના વોકડામાં ફેંકી દીધી હતી તેમજ ફરિયાદીના ભાઈનું બાઈક અને મોબાઈલ ગુમ કરીને પુરાવાનો નાશ કરી દીધો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News