ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલકે એક્ટિવને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કાર ચાલકે એક્ટિવને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના રાજપર નસીતપર રોડ ઉપરથી યુવાન એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને માથામાં અને શરીરને ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના કાકાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે કાકા ઓઇલ મીલની સામે કિશન પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ ગરચર જાતે બોરીચા (૩૬)એ હાલમાં કાર નંબર જીજે ૩૬ બી ૫૬૫૫ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભત્રીજો ભાવિનભાઈ જીવાભાઈ ગરચર રહે. રાજપર કિશન પાર્ક મોરબી વાળો નંબર પ્લેટ વગરનું નવું એક્ટિવા લઈને રાજપરથી નસીતપર જવાના રસ્તા ઉપર તળાવની સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના ભત્રીજા ભાવિનભાઈ ગરચરને માથામાં અને શરીરે ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું ગત તા ૧૦/૧૧ ના રોજ મોત નીપજયું હતુ જેથી કરીને હાલમાં મૃતક યુવાનના કાકા રમેશભાઈ ગરચર દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News