મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવનભાઈ બરાસરા પરિવાર દ્વારા પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા કાલથી શરૂ થવાની છે

મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવાનભાઈ બરાસરા, દીપકભાઈ બરાસરા, વિપુલભાઈ બરાસરા દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા. ૨૧ ને મંગળવારના રોજ કથા શરૂ કરવામાં આવશે અને તા. ૨૭ ને સોમવારના રોજ કથા પૂર્ણાહુતિ થશે અને કથા દરરોજ બપોરે ૨:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક સુધી ચાલશે અને વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી નીતિનભાઈ જોશી ગુરુ વશિષ્ઠ નાથજી (થાણા ગલોલ વાળા) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે અને કથા દરમિયાન રોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણીના કાર્યક્રમો યોજાશે અને તા.૨૩ ને ગુરૂવારની રાત્રે ૯:૦૦ વાગ્યે જામજોધપુરના સુપ્રસિદ્ધ નાટક મંડળ દ્વારા માં બાપને ભૂલશો નહીં નું નાટક ભજવવામાં આવશે તેમજ લોક ડાયરાના કલાકાર આરાધક છગન ભગત, ધૂન આરાધક અજય પ્રજાપતિ, ઢોલક વાદક સતીશગીરી ગોસ્વામી, રાજ ગઢવી, ભૂમિ આહીર, ગોપાલ સાધુ, સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ, ઓમ ગુરુદત્ત ગૌશાળા કડતાલ ધૂન મંડળના કલાકારો સાથે  મારુતિ સાઉન્ડના સથવારે સંતવાણીના સુર ગાજશે આયોજકો દ્વારા જાહેર જનતાને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News