મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ધરતીનગરમાં ઘરમાં દારૂ પીને ડિંગલ કરતાં ચાર શખ્સોને પોલીસે દબોચ્યા


SHARE











હળવદના ધરતીનગરમાં ઘરમાં દારૂ પીને ડિંગલ કરતાં ચાર શખ્સોને પોલીસે દબોચ્યા

હળવદમાં આવેલ ધરતી નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાર શખ્સો દ્વારા દારૂની મહેફિલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ચારેય બકવાસ કરી રહ્યા હતા જે અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર જઈને દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવેલા ચાર શખ્સોને પકડી લીધા હતા અને ત્યાંથી દારૂનો જથ્થો કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ધરતી નગર સોસાયટીમાં રહેતા શક્તિસિંહ ઝાલાના મકાનમાં દારૂની મહેફિલ કરીને નશાની હાલતમાં ત્યાં રહેલા શખ્સો દ્વારા બકવાસ કરવામાં આવતો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે સત્યપાલસિંહ અશોકસિંહ ઝાલા જાતે દરબાર (૨૬) રહે. દિઘડિયા, યસભાઈ અનિલભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (૨૫) રહે.વસંત પાર્ક હળવદ, ચિંતનકુમાર જીતેન્દ્રકુમાર રાવલ જાતે બ્રાહ્મણ (૨૩) રહે.વાણિયા વાડ હળવદ અને ઋત્વિકકુમાર શંકરભાઈ ધારીયા પરમાર જાતે દલવાડી (૨૪) રહે. ગોરી દરવાજા પાસે હળવદ વાળા નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સ્થળ ઉપરથી પ્લાસ્ટિકની બોટલમાં ભરેલ ૫૦૦ એમએલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૩૦૦ ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા હકીમભાઈ કરીમભાઈ સેડાત નામનો ૪૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સોસાયટી નજીકના રોડ ઉપર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે જાણ કરાયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામેના ભાગે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ મેરૂભાઈ સિચણાદા નામના ૬૬ વર્ષના વૃદ્ધનું તેઓના ઘરે મોત થયુ હતું જેથી તેઓની ડેડબોડી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આ બાબતે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાઈ હતી.






Latest News