મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રવાપર ગામે શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને જમનબાપુ નિમ્બાક કથાનું રસપાન કરાવશે

આ કથા તા ૧૮ ને શનિવાર લાભ પાંચમથી પ્રારંભ અને તા. ૨૪ ને શુક્રવાર પૂર્ણ થશે કથાનો સમય ૩ થી ૬:૩૦ સુધીનો રહેશે આ કથા સ્થળ રવાપર ગામના ઝાપે બાલકેશ્વર મહાદેવની સામે પોથીયાત્રા બપોરે ૨ વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી કાઢવામાં આવશે તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે આ કથાનો મુખ્ય હેતુ રામાનંદી સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ કથાનો જે કાંઈ ભંડોળ વધે તેમાં કન્યા કેળવણીને લગતા ઉમદા કાર્ય કરવા માટે વપરાશે તેમ યાદીમાં જણાવાયું છે આ આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન આર. રામાવત, દમયંતીબેન જે. નિરંજની, સરોજબેન એસ. રામાવત, ભારતીબેન આર. રામાવત, સુશીલાબેન આર. કુબાવત, જસુબેન એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન સી. રામાવત, મનિષાબેન એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન ડી. નિમાવત, ગીતાબેન એમ. રામાવત, ભૂમિબેન બી. રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News