મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે રોડ સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતા યુવાનનું મોત


SHARE











મોરબીના નાગડાવાસ પાસે રોડ સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ બાઇક અથળાતા સર્જાયલ અકસ્માતમાં માળીયા(મિં.) ના નવાગામના મિંયાણા યુવાનનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામના પાટીયા પાસે ગઈકાલ તા.૧૬-૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રોડ સાઈડમાં પાર્ક કરીને રાખવામાં આવેલા ટ્રકની પાછળ બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં સાહિલ રહેમાનભાઈ જેડા જાતે મિંયાણા (ઉમર ૨૦) રહે.નવાગામ તાલુકો માળીયા મિંયાણા જિલ્લો મોરબી વાળાઓને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યુ હતું.આ બાબતે બાદમાં તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક સાહિલ જેડા પોતાના બાઈકમાં નવાગામથી મોરબી આવી રહ્યો હતો ત્યારે નાગડાવાસ ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં પાર્ક કરાયેલા ટ્રકની પાછળ તેનું બાઈક કોઈ કારણસર અથડાયું હતું અને તે બનાવમાં તેને શરીરે થયેલી ગંભીર ઇજાઓના લીધે તેનું મોત થયુ હતું.આગામી સમયમાં તેના લગ્ન હોય તે બાબતે ખરીદી માટે તે મોરબી આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં હાલ સામે આવેલ છે.

 

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી આગળ ઓવરબ્રિજના છેડે નેક્ષસ સિનેમા સામે બાઈક સાથે બાઈક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા યુવાનને મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા માસુમ અશોકભાઈ કારીયા નામના ૧૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા સર્જાયેલ બનાવમાં ગંભીરપણે ઘવાયેલી હાલતમાં તેને શહેરની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેને ત્યાં પ્રાથમિક સારવાર આપીને હાલત ગંભીર જણાતા વેન્ટિલેટર ઉપર રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.આ બાબતે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તપાસ કરાઇ રહી હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.

 

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ ગ્રેનાઇટ્રો પ્રાઇવેટ લિમિટેડ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા રાજુભાઈ ચૌહાણ નામના ૨૩ વર્ષના યુવાનને લેબર ક્વાર્ટરમાં કોઈ બાબતે ઝઘડો થયા બાદ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.






Latest News