મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી પફ લેવાનું કહીને સગીરા ગુમ: અપહરણની ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીમાંથી પફ લેવાનું કહીને સગીરા ગુમ: અપહરણની ફરિયાદ નોંધાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીરવયની દીકરી ઘરેથી નાસ્તો લેવા માટે નીકળી હતી અને બાદમાં ગુમ થઈ જતા હાલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીર વયની દીકરી બેસતા વર્ષના દિવસે તા.૧૪-૧૧ ના બપોરના ચારેક વાગ્યે ઘરેથી પફ લેવા માટે જાવ છું તેમ કહીને નીકળી હતી.બાદમાં તેણી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ સગીરાની કોઈ ભાળ ન મળતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરીને લઇ જવામાં આવી હોવા અંગેની અજાણ્યા ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩ મુજબ અપરણની ફરિયાદ નોંધી છે અને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલા ઓએસિસ સિરામિકમાં રહીને મજૂરી કામ કરતા રાજેન્દ્રકિશોર અમલીયાર (ઉમર ૨૩) અને રાધેશ્યામ કરણસિંહ ભુરીયા (ઉમર ૩૭) ને કારખાના નજીક કોઈ બાબતે ઝઘડામાં મારામારી થયા બાદ ઇજા થતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ હતી. જ્યારે

ટ્રક-રીક્ષા અકસ્માતમાં મહિલાને ઈજા

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતી સુરભીબેન સુમિતભાઈ પંડિત (ઉમર ૨૩) નામની મહિલા રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે શિવ પાર્ક નજીક તેઓની રિક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા તેણીના પતિ તેણીને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા જેથી તાલુકા પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા શુભમ ભાવેશભાઈ દેવમુરારી નામના ૧૮ વર્ષના યુવાનને બાઈકમાં જતા સમયે કંડલા બાઇપાસ પાસે કોઈ અજાણી કારના ચાલકે હેડફેટ લેતા માથા અને પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ મિલન પાર્ક સોસાયટીમાં રહેતો બિલાલ રસુલભાઈ સુમરા નામનો સાત વર્ષનો બાળક તેના ફુવા અલ્લારખાભાઈની સાથે બાઈકના પાછળના ભાગે બેસીને કંડલા બાયપાસ નેક્ષસ સિનેમાથી નવલખી રોડ તરફ આવતો હતો ત્યારે નેક્ષસ સિનેમા પાસે બાઈકના પાછળના વ્હીલમાં બિલાલનો પગ આવી જતા તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા રાજ જયંતીભાઈ ખીસડીયા (૧૯) રહે.નવા જાંબુડીયા અને લાભુભાઈ નરસીભાઈ ખાંભળીયા (૬૫) રહે.મોરબી વાળાઓને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર જણાતા રાજ જયંતીભાઈ નામના યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે લાભુભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે અને આ બાબતે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News