મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

તારી સાથે નવા વર્ષના રામ રામ કરવાના થતા નથી, તું નીકળ એવુ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો


SHARE







વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના રામરામ કરવા ગયેલ આધેડને તારી સાથે રામરામ કરવાના થતા નથી તું નીકળ એમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને આધેડને પેટ અને ડાબા પડખામાં ઇજા થઈ હતી અને તેના બાઈકમાં તલવારનો ઘા કર્યો હતો જેથી તેમા નુકસાની થઈ હતી હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર જાતે ભરવાડ (૫૩)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ભોળાભાઈ બાંભવા રહે બંને નવા ધમલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવા વર્ષના દિવસે તેઓ કેરાળા ગામે આરોપીઓને નવા વર્ષના હાથ ઊંચો કરીને રામરામ કરી હાથ મિલાવવા નજીક જતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને "તારી સાથે રામરામ કરવાના થતા નથી તુ નીકળ એમ કહેતા" ફરિયાદી અને સાહેદ હરેશભાઈ બંને જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાણીમાં રૂડીમાના મંદિરે દર્શન કરીને પરત આવતા શેરીમાં પહોંચ્યા હતા ત્યારે પાછળ ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને પાછું વળીને જોતા ગોપાલભાઈ બાંભવાના હાથમાં પિસ્તોલ હતી અને તેણે બીજું ફાયરિંગ કરેલ હતું જેમાં ફરિયાદીને ડાબા પડખામાં અને પેટના ભાગે ઇજાઓ થઈ હતી અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે આરોપી લાખાભાઈના હાથમાં તલવાર હોય તે ફરિયાદીને તલવાર મારવા જતા તે ખસી ગયા હતા જેથી કરીને તલવારનો ઘા તેના મોટરસાયકલ પર લાગ્યો હતો આમ ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો કરનારા બંને શખ્સોની સામે ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News