મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની સાધુ વાસવાની સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી કરી પાઇપ ઝીકીને યુવાનનુ માથુ ફોડી નાખ્યુ


SHARE







મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ સાધુવાસવાણી સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે યુવાનને ગાળો આપીને ઢિકા પાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ સાધુવાસવાણી સોસાયટીના બ્લોક નંબર ૧૫ માં રહેતા દર્શનભાઈ નંદલાલભાઈ ભાનુશાળી જાતે સિંધી (૨૧) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ માંગે, નિખિલ મહેશભાઈ માંગે અને રાજુ અશોકભાઈ માંગે રહે ત્રણેય સાધુવાસવાણી સોસાયટી નાની વાવડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી યુવાન તેના શેરીના નાકા પાસે ફટાકડા ફોડતો હતો તે વખતે આરોપી મહેશભાઈના માતા શેરીમાં બહાર બેઠા હતા અને ફટાકડો ઉડીને તેમની પાસે ગયો હતો ત્યારે ફટાકડો ફરિયાદી યુવાને તેની ઉપર ફેકેલ છે તેવું લાગતા મહેશભાઈ અને નિખિલભાઇએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ઢિકા પાટુનો માર માર્યો હતો તેમજ રાજુભાઈએ તેને લોખંડનો પાઇપ માથાની પાછળના ભાગમાં માર્યો હતો જેથી કરીને તેને ગંભીર થઇ હોવાથી ત્રણ ટકા આવ્યા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News