મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે


SHARE







મોરબીના જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૪મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૧૯ ને રવિવાર કારતક સુદ સાતમના રોજ જલારામબાપા ની ૨૨૪મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો, ગત વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે અને આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. 






Latest News