મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઈકના સ્ટેરીંગનો કાબુ ગુમાવતાં થયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક બાઈકના સ્ટેરીંગનો કાબુ ગુમાવતાં થયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરના નેશનલ હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકના સ્ટેરીંગ ઉપરથી તેને કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક લઈને જઈ રહેલ યુવાન ડિવાઇડર અને થાંભલા સાથે અથડાતાં માથા અને કપાળમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં રહેતા રણજીતભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે વાંજા (ઉમર ૨૯) ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક ભાઈ મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે વાંજા (ઉમર ૩૧) રહે. વાંકાનેર સીટી વાળાની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નેશનલ હાઈવે ઉપર નવાપરા સામે આવેલ પેટ્રોલ પંપ પાસેથી તેનો ભાઈ મેરૂભાઈ બાઈક નંબર જીજે ૩૮ એ ૩૯૭૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનો ભાઈ રોડ સાઈડના ડિવાઈડર તેમજ થાંભલા સાથે અથડાતા માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું.હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદની આધારે પોલીસે ગુનો નોધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ મારામારી

હળવદના રાતાભેર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આધેડને ઇજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાતાભેર ગામના જીવણભાઈ મનજીભાઈ સોલંકી નામના ૫૯ વર્ષના આધેડને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સારવાર કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે તપાસ હાથ ધરેલ છે.

બીમારી સબબ યુવાનનું મોત

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે સીએચસી ખાતે રાકેશભાઈ કાંતિલાલ જાકાસણીયા (ઉમર ૩૨) રહે.જેતપર વાળાને બેભાન હાલતમાં ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના તબીબે જોઇ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા.વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક રાકેશભાઈ જાકાસણીયાને કેન્સરની બીમારી હોવાના લીધે બીમારી સબબ તેઓનું મોત નીપજ્યું હતું અને તે બાબતે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News