મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા સીએમને ધારાસભ્યની ભલામણ


SHARE







મોરબી: સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા સીએમને ધારાસભ્યની ભલામણ

ગુજરાત ભરમાં હિમોફીલિયાના દર્દીઓ માટે થઈને જરૂરી ઇન્જેક્શન તદ્દન ફ્રી આપવાની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી જોકે છેલ્લા દોઢક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા રાજકોટના સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવતા સાંસદ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે થઈને રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને ભલામણ પત્ર લખવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા હાલમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ માં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ફેક્ટર (ઇન્જેક્શન) ફ્રી માં શરૂ કર્યા હતા જોકે ત્યારથી અત્યાર સુધી તે વ્યવસ્થા સારી રીતે ચાલુ હતી પરંતુ હમણાં છેલ્લા દોઢેક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ અધિકારીઓની અણધણ વહીવટના કારણે ફેક્ટર (ઇન્જેક્શન) ઉપલબ્ધ થતા નથી અને દર્દીઓ માટે આ ઇન્જેક્શન જીવન રક્ષક છે જેથી કરીને હિમોફીલિયાના દર્દીઓ માટે ગુજરાતના તમામ દર્દીઓના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેને ધ્યાનમાં રાખીને હાલમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પત્ર લખીને દર્દીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને ભલામણ પત્ર લખ્યો છે






Latest News