મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગરમાં રહેતી પરણીતાનું તેના પતિ સાથે છૂટું કરવી નાખવા મસાજી-માસીજીની ધમકી: છ સામે ફરિયાદ


SHARE











હળવદના ભવાનીનગરમાં રહેતી પરણીતાનું તેના પતિ સાથે છૂટું કરવી નાખવા મસાજી-માસીજીની ધમકી: છ સામે ફરિયાદ

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતી પરણીતાને તેના માસીજીની દીકરીને એક યુવાન સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની જાણ થઈ હતી જેથી કરીને તેણે તેના માસીજીને આ અંગેની અગાઉ જાણ કરી હતી અને જે તે સમયે તેના માસીએ તેની દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા  દરમિયાન તેની દીકરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવનો ખાર રાખીને પરિણીતા અને તેના પતિને તેના માસીજી, માસાજી તથા તેના સંતાનો સહિતનાઓ દ્વારા છૂટું કરાવવા માટે થઈને ધમકીઓ દેવામાં આવે છે અને તેને બોલાચાલી કરીને માર મારવા આવ્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માસીજી, માસાજી અને તેના સહિત કુલ મળીને છ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભાવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા જયાબેન હરેશભાઈ તુવરિયા જાતે દેવીપુજક (૨૫) એ હાલમાં તેના માસાજી કેશાભાઈ બબાભાઈ કોરી, માસીજી સીતાબેન કેશાભાઈ કોરી, તેના દીકરા જીતુ કેશાભાઈ કોરી, સુનિલ કેશાભાઈ કોરી અને ભાવેશ કેશાભાઈ કોરી તેમજ નાનજી શાંતિલાલ ખુશાલભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ભવાનીનગર વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં જ તેમના સાસુ, માસીજી-માસાજી રહેતા હોય માસીજીની દીકરી કાજલને સની રાવળદેવ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જેની તેને જાણ થતા તેણે જે તે સમયે તેના માસીજી સીતાબેનને તે અંગેની વાત કરી હતી અને ત્યારબાદ તેના માસીજીએ તેની દીકરી કાજલના લગ્ન બીજી જગ્યાએ નક્કી કર્યા હતા દરમિયાન કાજલએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ફરિયાદીના માસીજી માસાજી અને નાનાજી કાજલને કોઈ સાથે પ્રેમ સંબંધ ન હતો તેવું કહીને તેની સાથે મન દુઃખ રાખતા હતા અને બે મહિલા પહેલા તેઓએ ફરિયાદી મહિલાને તેના પતિ સાથે છૂટું કરાવવા કહીને બોલાચાલી કરી હતી

ત્યારબાદ ગત તા ૫/૧૦/૨૩ ના રોજ ફરિયાદી મહિલા તેના પતિ સાથે કેદારીયા ગામ બાજુ ભંગાર લેવા માટે તેને ગયા હતા અને બપોરના સમયે તેઓ કેદારીયા ગામથી હરેકૃષ્ણ ધામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં તેના માસીજી સીતાબેન અને તેના ત્રણ દીકરા સામે આવ્યા હોય તેણે ફરિયાદી મહિલા તથા તેના પતિને રોકીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જીતુભાઈએ તેની પાસે રહેલ છરી બતાવીને તારું છૂટું કરાવી દેવું છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દરમિયાન ત્યાંથી ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા રૂક્સાનાબેન અને સજનબેન નીકળતા ફરિયાદીના માસીજી સહિતના ચારેય વ્યક્તિઓ ત્યાંથી ગાળો બોલતા બોલતા અને ધમકી આપતા જતા રહ્યા હતા જોકે, જે તે સમયે ફરિયાદી તથા તેના પતિને ઇજાઓ થઈ હતી માટે સારવારમાં હોસ્પિટલે લઇ ગયા હતા અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે ફરિયાદીની માસીજી, માસાજી અને તેના ત્રણ દીકરા તેમજ નાનાજીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News