રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે બાઈક આડે કૂતરું ઉતરતા ડિવાઈડરની પાળી સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના ટિંબડી પાસે બાઈક આડે કૂતરું ઉતરતા ડિવાઈડરની પાળી સાથે માથું અથડાતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક કૂતરું આવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને યુવાનનું બાઈક ડિવાઈડરની પાળી સાથે અથડાતાં બાઈક ઉપર જઈ રહેલ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે સુરેશ પેટ્રોલિયમ ખાતે રહેતો અસલમ અસગર અંસારી (૨૧) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે સોમનાથ સર્વિસ સ્ટેશનની સામેના ભાગમાંથી સર્વિસ રોડ ઉપરથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૦૬૯૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે અચાનક કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અસલમ અંસારીનું બાઈક રોડના ડિવાઈડરની પાળી સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની મૃતકના પરિવારજન અસગરઅલી જલીલઅલી અન્સારી રહે. મૂળ ઉત્તર પ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના સોઓરડી વિસ્તારમાં વરિયાદેવના મંદિર પાછળથી ત્રણ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૨૦ રૂપિયાની કિંમતની દારૂની ત્રણ બોટલો કબજે કરી હતી અને સંદીપભાઈ બેચરભાઈ ચાઉ જાતે બ્રાહ્મણ (૩૧) રહે. સોઓરડી વરીયાદેવના મંદિરની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News