મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ યોજાયો

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બહેન દીકરો સહિતના ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસ, લિટલ પ્રિન્સ, લિટલ પ્રિન્સેસ અને અંતમાં પ્રિન્સ તેમજ પ્રિન્સેસને ઇનામો અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ અને પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, હળવદ બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, દિનેશભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, અમીતભાઈ પંડ્યા, મુકેશ ભાઈ જાની (ભૂદેવ), જગદીશ ભાઈ ઓઝા, પ્રથમ પંડ્યા, નરેન્દ્રભાઇ જોશી (નારૂમામાં), એચ.એન. મહેતા, નીશીત મહેતા, પીઆઈ એમ.પી. પંડ્યા, નાયબ મામલતદાર એન.એચ. જોશી, મુકુન્દરાય પી. જોશી, ડો.લહેરું, મહેશભાઈ પિંગળ, ડો.રાજુભાઈ ભટ્ટ, મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી, નોટરી મનીષભાઈ જોશી, પ્રતિકભાઈ આચાર્ય સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનવવા મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા અને જયદિપભાઈ મહેતા,ઉપપ્રમુખ મહીધરભાઈ દવે, કમલભાઈ દવે, ઋષિ ભાઈ મહેતા અને ધ્વનિત ભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી વધુમાં સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે કે, તા ૩૦ ના રોજ મોરબી પરશુરામ યુવા ગ્રુપે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માના શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિએ મચ્છુ માતાજીના મંદિર પાસે મચ્છુ નદીના કાંઠે શાંતી યજ્ઞનું આયોજન કરેલ છે જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો હાજર રહેશે






Latest News