મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનાના ગેઇટ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના બેલા પાસે કારખાનાના ગેઇટ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ મોન્ઝા સીરામીક કારખાનાના પાછળના ગેટની બહારના ભાગે કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે મોંઝા સીરામીકના પાછળના ગેટ પાસે કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા સુરેશચંદ બાબુલાલ મીણા (૩૧) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને ભરતલાલ મીણા (૪૦) મૂળ રહે. રાજસ્થાન વાળા તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ભરતલાલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

દેશી દારૂ

માળીયા મીયાણા તાલુકા પોલીસ ટીમ દ્વારા નીરૂબેન નગરમાં આવેલ પ્રાથમિક શાળાની સામે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૮૦  લીટર દારૂ મળી આવતા ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી સબીર ઉર્ફ સબો રફીકભાઈ જેડા જાતે મિયાણા (૨૬) રહે. વીસીપરા કુલીનગર-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અલીભાઈ ગુલામમયુદ્દીન સંધવાણી જાતે મિયાણા રહે. નવાગામ તાલુકો માળીયા વાળાનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News