મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન


SHARE







મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન પ્રથમ ચરણની વિશેષ મીટીંગનું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું  અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે હાલમાં મોરબી અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રે તમાકુ અને પાન-માવાના વ્યસનને લીધે મોઢા અને જડબા તેમજ અન્ય કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સામાજીક ચેતનાના ભાગરૂપે મોરબીના અગ્રણી તબીબોની ટીમના સહયોગથી  વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તમાકુના વ્યસનની દુરોગામી અસરો અને તમાકુના વ્યસન છોડવાના ઉપાયો વિષે મોરબીના અગ્રણી તબીબોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ  આ અભિયાનમા વ્યસનમુકિતના સોગંદ લેવડાવવામા આવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને તમાકુના વ્યસનમાંથી મુક્ત બને તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે. આ અભિયાનની વિશેષતા એ છે કે, આ અભિયાનમાં જોડાઈને જેઓ તમાકુનું વ્યસન છોડશે તેઓને કોઈ શારીરિક કે માનસિક તકલીફ થશે તો મોરબીના અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે તેમની સારવાર કરશે અને સારવારનો જો કોઈ ખર્ચ થશે તો તે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. સતીશ પટેલની યાદીમાં જણાવાયું છે આ અભિયાનમાં જોડાવા માટે ડૉ. સતીશ પટેલ, ડૉ. રવિન્દ્ર ભટ્ટ અને ધરતીબેન બરાસરાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News