મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બે વિદ્યાર્થી છત્તીસગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધામાં ભાગ લેશે


SHARE







મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બે વિદ્યાર્થી છત્તીસગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધામાં ભાગ લેશે

તાજેતરમાં તા ૧૮ થી ૨૧ ના રોજ સરી ગામ મુકામે લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગજેરા ટ્રસ્ટ દ્વારા સીબીએસઈ ક્લસ્ટર લેવલ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે CBSE ૬૦ જેટલી સ્કૂલોએ ભાગ લીધેલ હતો તેમાંની મોરબીમાંથી એક માત્ર ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પણ ભાગ લેવા માટે ગઈ હતી અને આશરે ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો તેમાંથી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ૮ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈને અંડર ૧૯ કેટેગરીમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં શીવમ સીકરવાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે અને અંડર ૧૭ માં ગોળા ફેંકમાં દીપક શર્માએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલો છે અને નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી પામેલા છે જે આગામી દિવસોમાં છત્તીસગઢ રાયપુર ખાતે એન એચ ગોયલ વર્લ્ડ સ્કૂલમાં રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધાનું આયોજન તા. ૫/૧૧ થી ૭/૧૧ ના થવાનું છે જેમાંથી ગુજરાતમાંથી અને ખાસ કરીને મોરબીમાંથી સૌપ્રથમ વખત ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કુલ આ બંને સ્પર્ધકો ગુજરાતનું નેતૃત્વ કરશે અને મોરબી તેમજ ગુજરાતનું નામ રોશન કરે એવી આશા સાથે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ટ્રસ્ટી સુમનસર,સિદ્ધાર્થ સર અને સુર્યરાજસર તેમજ પ્રિન્સિપલ દીપા મેડમ દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન આપવામાં આવેલ છે






Latest News