મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ મંદિરે ઝાલા પરિવાર-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન


SHARE







મોરબીના શનાળા ગામે શક્તિ મંદિરે ઝાલા પરિવાર-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા ૩૫ માં વર્ષે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ છે

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. ૨૮ ને બુધવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે અજયસિંહ રણજીતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ શક્તિસિંહ ઝાલા અને જયદીપસિંહ જુવાનસિંહ ઝાલા બેસસે અને હવન-યજ્ઞાદિ સવારે ૮:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલશે જો કેઆ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા, મુખ્ય મહેમાન તરીકે માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો.રુદ્રસિંહ ઝાલા, નિલેશ્વરીબા ગોહિલ, યોગાચાર્ય સ્વામી અક્ષયાનંદજી તેમજ શનાળાના મહંત નરોતમદાસ બાપુ હાજર રહેશે જેથી માતાજીના દર્શન અને હવનનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કે. ઝાલા, ઘનશ્યામસિંહ એસ. ઝાલા અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શકત શનાળા)એ જણાવ્યુ છે

ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આગામી શરદ પુનમ તા.૨૮-૧૦-૨૦૨૩ ને શનિવારના દીવસે પણ ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે તરધરી (માળીયા મી.) નિવાસી હાલ મોરબીના મનીષભાઈ કાંતીલાલ ભાઈ ભટ્ટનો દીકરો વૈભવકુમાર તથા તેના પત્ની જલપાબેન બેસવાના છે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવશે ત્યારે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે તમામ ભટ્ટ પરિવારના લોકોને ભટ્ટ પરિવાર ગ્રુપ તથા જીલ્લાનાં અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ (૯૩૨૭૪ ૯૯૧૮૫), બળવંતભાઈ વી. (૯૯૦૯૦૮૧૮૫૨) અને જે.પી.ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News