મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE











ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ ટંકારા, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News