મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ


SHARE







મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ

ગુજરાતમાં ભવાઈનૃત્ય-નાટિકાકથા-કીર્તનડાયરાઓકઠપુતળીના વેશો સહિતના પરંપરાગત અને લોકમાધ્યમોની સમૃદ્ધ પરંપરા રહી છે.  આ માધ્યમોની અસરકારકતા હજુ પણ ગ્રામીણ ક્ષેત્રોમાં હોઈઆગામી બે-ત્રણ માસ દરમિયાન ખાસ કરીને "ભવાઈ" અને "નૃત્ય નાટિકા"ના માધ્યમથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણઉજ્જ્વલા યોજનાપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વિષયોને આવરી લઈને આ કલાનું મંચન થાય તો છેવાડાના લોકો સુધી લોકબોલીમાં વિકાસલક્ષી યોજનાઓના સંદેશાઓ અસરકારક ઢબે પહોંચાડી શકાય તેમ છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ભવાઈ’ અને નૃત્ય નાટિકા’ નું મોરબી જિલ્લાના ગ્રામીણ સ્તરે અમલીકરણ થાય તે માટે બંન્ને માધ્યમો સાથે સંલગ્ન ક્લા જૂથો પાસેથી ઉકત ચાર વિષયોની ૨૫-૩૦ મિનિટના સમયગાળાની ભવાઈ અને નૃત્ય નાટિકા માટેની પટકથા (SCRIPT) તૈયાર કરાવવાની રહેશે. આ બંને માધ્યમો માટેની પટકથા ૭ દિવસમાં તૈયાર  કરી જિલ્લા માહિતી કચેરી બ્લોક નં.૨૨૫-૨૨૮ જિલ્લા સેવા સદનશોભેશ્વર રોડમોરબી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મો. ૮૭૫૮૩૧૧૬૭૩૯૮૨૪૮૨૬૩૬૩  પર સંપર્ક કરવાનો રહેશે.






Latest News