મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો


SHARE







મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આશય મિલેટનો ઉપયોગ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ. આ કર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ વિશેની વિસ્તૃત જાણકારી આપી, તેના ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, ઇફકો, જી.એ.ટી.એલ. તથા જી.એન.એફ.સી. કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારશ્રીની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટો વિશે માહિતી મળી રહે છે આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, રાજુભાઈ પરમાર, ડો. એલ. એલ. જીવાણી, ડી.એ. સરડવા, હેતલબેન મણવર, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક, એ.એલ. કોરડીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News