મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ


SHARE







વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ

વાંકાનેર તાલુકાના ચોમાસામાં સતત ૨૮ દિવસ સુધી વરસાદ નથી થયો જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડ્યું છે અને કપાસના પાકમાં પણ નુકશાની આવેલ છે તો પણ ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળેલ નથી જેથી કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો સરકારી સહાય મળે તેના માટે કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડીરેક્ટર શકીલ પીરઝાદા, પ્રદેશ કોંગ્રેસના આગેવાન હરદેવસિંહ ઝાલા, યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી કિશાન સહાય યોજના માટે જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ચોમાસામાં ૨૮ દિવસ સુધી સતત વરસાદ ન થયો હોય તો તે યોજનાનો ખેડૂતોને લાભ મળે છે જો કે, ચાલુ વર્ષે ચોસરમાં ૨૮ દિવસમાં વરસાદ પડ્યો ન હતી જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે તો પણ ખેડૂતોને સહાય આપવામાં આવી નથી અને વાંકાનેર યાર્ડ દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબ મળ્યો હતો કે, વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં આવે છે તો વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને જે નુકશાન થયું છે તેમાં ૩૦ થી ૬૦ ટકા સુધી નુકશાની છે તો સરકાર મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત અથવા તો કોઈ પણ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે વધુમાં પ્રદેશ કોંગેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશાન સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોને ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જો કે, ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે જેના લીધે ઘણા ખેડૂતો અરજી પણ કરી શકતા નથી જેથી કરીને ખેડૂતોને હેરાન ન થવું પડે તે માટે ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવામાં આવે તેવી ખેડૂતો વતી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News