ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માત


SHARE











વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માત

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં નુકસાની થઈ હોવા અંગેની હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા પાર્થભાઈ પ્રવીણભાઈ દેવમુરારી જાતે બાબાજી (૩૦)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧ એક્સ ૫૩૮૭ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હસન પરના અવર બ્રિજ પાસે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની કારની પાછળના ભાગમાં ઉભેલ સ્કોરપિયો કાર નંબર જીજે ૩ એજે ૩૬૦૭ માં પાછળના ભાગેથી ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને સ્કોર્પિયોની ઠોકર આગળના ભાગમાં ઉભેલ ફરિયાદીની ટાટા ટીયાગો ગાડી નંબર જીજે ૩ કેપી ૦૧૩૫ માં લાગતા ગાડીમાં નુકસાની થઈ હતી અને ટ્રક ચાલક પોતાનો ટ્રક અકસ્માત સર્જીને ત્યાંથી લઈને નાશી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News