મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

તું મને કેમ રૂપિયા આપવાની ના પાડે છે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ  સામે ફરિયાદ


SHARE







તું મને કેમ રૂપિયા આપવાની ના પાડે છે કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ  સામે ફરિયાદ

મોરબીના લખધીરવાસ ચોક પાસે યુવાનને આંતરીને તું મને કેમ રૂપિયા આપવાની ના પાડે છે તેવું કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને સાથળના ભાગે ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગૌશાળાએ જઈને ત્યાં રહેલા વ્યક્તિને તારો મિત્ર વિરલ ક્યાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ રામજિયાણી શેરીમાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ મીરાણી જાતે લોહાણા (૩૨)એ ઇરફાનભાઇ સતારભાઈ રહે. જોન્સનગર લૂક્સ ફર્નિચર પાછળ મોરબી અને સિકંદર રહે.વીસીપરા મોરબી અને એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના લખધીરવાસ ચોક પાસે તેને રોકીને આરોપી ઇરફાન સતારભાઈએ તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને તેની પાસે રહેલ છરી વડે તેને ડાબા પગના સાથળના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓ ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ રહેલા વ્યક્તિને મળીને કહ્યું હતું કે તારો મિત્ર વિરલ ક્યાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિરલભાઈ મીરાણીએ હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News