મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક


SHARE







મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક

મોરબી જિલ્લાની અંદર મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે ત્યારે આજની તારીખે મોરબી જિલ્લાના ૧૦ ડેમમાથી પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે

મોરબી જીલ્લામાં પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમમાથી બંગાવડી, મચ્છુ-૧, મચ્છુ-૩, ડેમી-૧ અને ડેમી-૩ ઓવરફ્લો થઈ ગયા છે અને મચ્છુ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી તેનો એક દરવાજો હાલમાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ જ છે અને મોરબી જિલ્લાના ૧૦ પૈકીનાં પાંચ ડેમોમાં નવા નીરની આવક થયેલ હોવાથી તે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે અને દરવાજા હોય તે ડેમમાં દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જો કે, મચ્છુ -૨ ડેમ ૬૫ ટકા ભરેલ છે, ડેમી -૨ ડેમ ૮૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૧ ડેમ ૩૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૨ માં પણ નવા નીરની આવક થયેલ છે અને ધોડાધ્રોઈ ડેમ ૭૮ ટકા ભરેલ છે






Latest News