હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો

વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રસ્તા ઉપરથી યુવાન તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવ્યું હતું જેથી તે યુવાને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ઇકો ગાડી તેના વાહનમાં અથડાઇ હતી ત્યારે બાદ વાહનમાં નુકશાન થયું છે તેવું કહીને યુવાનની સાથે બોલાચાલી કરીને મા માર્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુદૂસભાઈ આમદભાઈ સેરશિયા (૩૫) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતી દેવડી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવતા તેને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે વાંકાનેરમાં દાતાર ટેકરી પાસે રહેતો વિજય રામાભાઇ ગમારા નામનો શખ્સ તેની ઇકો ગાડી લઈને આવી રહ્યો હતો અને તેની ગાડી અબ્દુલકુદૂસભાઈની ગાડીની પાછળ અથડાઇ હતી જેથી પોતાના વાહનમાંથી નીચે ઉતારીને તે શખ્સે તેના વાહનમાં નુકશાની થયેલ છે તેવું કહીને માથાકૂટ કરી હતી અને તેના હાથમાં પહેલા કાડા વડે અબ્દુલકુદૂસભાઈને મોઢ અને આંખ પાસે માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે

માર માર્યો

વાંકાનેરના શક્તીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (૩૫) નામના યુવાનને ગત તા. ૨૩/૯ ના રોજ સંજયે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કરમશીભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે






Latest News